તોરી રામપર અને નાજાપુર ની વચ્ચે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

  • બગસરા થી નજીક તોરી રામપર અને નાજાપુર ની વચ્ચે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમા આધેડ ને ઇજા
     બગસરા થી નજીક આવેલ તોરી રામપુર તથા નાજાપુર ની ગોળાઈ પાસે એસટી બસ તથા કારનો અકસ્માત સર્જાયો જેમાં કારમાં બેઠેલ નાગજી ભાઈ બોરડ ઉ.વ.૬૫.ને ઈજા થવા પામી છે બગસરા વડીયા રાજકોટ બગસરા થી રાજકોટ જતી બસ નાજાપુર ની ગોળાઈ પાસે તોરી રામપુર તરફ થી આવતી વેગેનાર કાર એસ.ટી.બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો એસ ટી ડેપો મેનેજર હાજર ન હોવાથી કલાકો સુધી બસ તે સ્થળ પર જ પડી રહી હતી અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા ડેપો મેનેજર હાજર ન હોવાનો ગણગણાટ લોકોમાં જોવા મળ્યો હતો બગસરા એસટી ડેપોમાં ડેપો મેનેજર દર શનિવારે હેડ કોટર છોડી પોતાના ઘરે ચાલ્યા જાય છે તેઓ જાણવા મળેલ છે.
એસટી બસ ડ્રાઈવર અને સામેથી આવતી કારના ચાલક બન્ને નો સ્ટીયરીગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતની ઘટના બની અને આ અકસ્માતમા સામે થઈ આવતી વેગેનાર કારમાં ડ્રાઈવર સહિત બે વ્યકિતઓ સવાર હતા જેમાં આગળ બેઠેલા નાગજીભાઈ કાનજીભાઈ બોરડ ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ વડિયા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં નાગજીભાઈ માથા પર પહોંચેલ ઇજામા 23 ટાંકા આવ્યા હતા માથાના ભાગે ઈજા પહોંચતા વધું સારવાર માટે જેતપુર ખસેડવામાં આવ્યા છે