તોરી,
અમરેલી જીલ્લાના વડિયા -મોટી કુંકાવાવ તાલુકાના છેવાડાના ગામડાઓ અને જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના છેવાડાના ગામડાઓને જોડતો રસ્તો તોરી -ચુડા વચ્ચે એક મોકળું તે હોકળા પરથી વરસાદનું હજારો ખેતરોનું પાણી પસાર થાય છે. આ હોકળા પર બેઠો પુલ બનાવેલ તે વરસાદના પાણીથી તણાઈગયેલ હોય. આ રસ્તાના હોકળા પરથી બે જીલ્લાના વાહનો અને મુસાફરોને પસાર થવુ મુશ્કેલ બન્યું છે. તોરી – રામપુર બે ગામડાને જોડતા રસ્તા પર નારાયણ સરોવરનું હોકળુ કહેવામા આવે છે.જે વરસાદના કારણે ધોવાણ થયેલ છે.તંત્ર દ્વારા યોગ્ય કામ નહી થતા વાહન ચાલકો અને મુસાફરોને મુશ્કેેલી પડી રહી છે.તોરી ગામે વાસમો યોજના મંજુર થયેલ ગ્રામપંચાયત દ્વારા પાણી પુરવઠાની ટાંકી બનાવેલ ગામમા પાણી પુરવઠાની પાઈપ લાઈન નાખેલ અને ગંદા પાણીના નિકાલ માટે ભુર્ગભ યોજના દ્વારા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર પાઈપ લાઈન નાખેલ જે કામગીરી હાલ અધ્ાુરી હોય ગામના ચોરાથી બસસ્ટેન્ડ સુધીના રસ્તાની કામગીરી બાકી હોય . ગામના મુખ્ય રસ્તા પરથી વરસાદનું પાણી આવતા અધ્ાુરા કામને લીધ્ો મોટા -મોટા સરેડા પડી ગયેલ હોવાથી રસ્તા પરથી ચાલવાનું બંધ થયેલ હોય. ગામ લોકોને વાહન બળદગાડા, નાના મોટા ટ્રેકટર સહિતના વાહનો ચલાવવા કે લોકોને પગપાળા ચાલવાનું મુશ્કેલ બનતા ખેડુત ચર્ચા મંડળના પ્રમુખ વિનુભાઈ કોટડીયાએ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને રજુઆત .