ત્રંબકપુરમાં ભાજપની બેઠક બોલાવતા શ્રીમતી ઉર્વિબેન ભરતભાઇ ટાંક

  • ધારી વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં
  • ગુજરાત પ્રદેશ ભાજપનાં પુર્વ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, જુનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહીલ, ભરતભાઇ ભાલીયા સહિત આગેવાનોની ઉપસ્થિતિ
  • ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચો અને ગ્રામજનોએ ભાજપનાં ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાને પ્રચંડ સમર્થન આપ્યું : વિધાનસભા બેઠકમાં ઠેર ઠેર ભાજપ તરફી વાતાવરણ સર્જી દીધુ

અમરેલી,શ્રી ભરતભાઇ ટાંક તથા શ્રીમતી ઉર્વીબેન ટાંક દ્વારા ધારી-બગસરા-ખાંભા-94 વિધાનસભા વિસ્તાર ની ભાજપ ના સમર્થન માટે ની ચૂંટણી પ્રચાર અર્થે ત્રંબકપુર મળી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી ભરતભાઇ ટાંક, શ્રીમતી ઉર્વીબેન ટાંક, જૂનાગઢ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ,ભરતભાઇ ભાલીયા,ચલાલા નગરપાલિકા ના ઉપપ્રમુખશ્રી જયરાજભાઈ વાળા, ત્રંબકપુર સરપંચ શ્રી વજુભાઇ બાવસિયા, જીરા સરપંચ શ્રી અનિરુદ્ધભાઈ વાળા , હીરાવા સરપંચ શ્રી ભીખાભાઇ, ખાંભા સરપંચ શ્રી અમરીશભાઈ જોષી, ચલાલા નગરપાલિકા આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી પુનાભાઈ રબારી, ગઢિયા પુર્વ સરપંચ શ્રી હેમભાઈ વાળા, કરમદડી પુર્વ સરપંચ શ્રી લાલજીભાઈ પાટડીયા, તાલુકા પંચાયત ના પુર્વ સભ્ય શ્રી રમેશભાઈ ભારોલા, ત્રંબકપુર પુર્વ સરપંચ શ્રી હિમતભાઈ ટાંક, યુવા આગેવાન શ્રી કૌશીક વેકરિયા, શ્રી આનંદ કાકડીયા, નિર્મલભાઈ વાળા, શ્રી કિરીટબાપુ કુબાવત, પ્રકાશભાઈ કારિયા, મનસુખભાઇ કાથરોટિયા, બાલાભાઈ દેવમુરારી, જયસુખભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સાથે ખીસરી હીરાવા ગઢિયા જીરા સરસિયા વિસ્તાર ના આજુબાજુ ના તમામ ગામ ના સામાજિક આગેવાન , રાજકીય આગેવાન , સરપંચ , ઉપસરપંચ , પૂર્વ સરપંચ , તાલુકા પંચાયત સભ્ય , જિલ્લા પંચાયત સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.