ત્રણ ગામો વચ્ચે એક જ બસ મામલે વડિયામાં બસ રોકો આંદોલન થયું

  • તાલુકાના અનેક ગામો બસ પ્રશ્ર્ને કાયમી હેરાનની હાટડી
  • તોરી, હનુમાન ખીજડીયા, ભુખલી સાંથળી , અરજણસુખ સહીતના ગામોના વિધાર્થીઓ વચ્ચે માત્ર એક જ બસ હોવાથી રોષિત બનેલા વિધાર્થીઓ વિફર્યા

વડિયા, વડીયા તાલુકાના ઘણા ગામો વચ્ચે એક એસ.ટી બસ હોવાથી વિદ્યાર્થીઓને શાળા – કોલેજ જવા આવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિવારણન આવતાંવિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો .” હાથ ઊંચો કરો અને એસ.ટી.બસ ઉભી રહે ” રાજ્ય સરકારના સૂત્રો માત્ર કાગળ પર રહી ગયા હોઈ તેવું જણાઈ એહયું છે ત્યારે વડીયામાં આવેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તોરી , હનુમાન ખીજડીયા , ભૂખરી સાથળી ,અરજનસુખ સહિતના ગામોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને માટે માત્ર એક જ એસ.ટી.બસ ફાળવેલી છે . જેના કારણે ભારે મુશ્કેલી સર્જાતી હતી અને વારંવાર રજૂઆતો કરી હતી છતા પરિણામ મળતું ન હતુ . એક જ એસ.ટી બસ અહીં ફેરા મારે છે , જેથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી . જેથી રોષે ભરાઇ આજે વડીયામાં એસ.ટી.બસ રોકી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો . જેને લઈને એસ.ટી.કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને શાળા સ્કૂલના પ્રિન્સિપાલ સહિત આગેવાનો દોડી આવ્યા હતા અને સમજાવટ બાદ મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે આવતા દિવસોમાં અન્ય બસ શરૂ નહીં થાય તો હજુ વધુ હોબાળો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડો રીક્ષાનો સહારો લેવો પડ્યો હતો.