રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા આરોપી કોર્ટ મુદતમાં લવાયા હતા આરોપી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હાનો હતો આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઈ ગુજરીયા નામના કેદીને અમરેલી સબ જેલ માંથી કોર્ટ મુદત હોવાને કારણે રાજુલા લવાયા હતા કોર્ટ કામગીરી પૂર્ણ થયા બાદ હોટલ જમવા ગયા હતા આ વખતે પોલીસ જાપ્તા માંથી હાથકડી કાઢી પોલીસની નજર ચૂકવી હોટલના પાછળના ભાગેથી ભાગી જતા તાત્કાલીક તેમની ધરપકડ કરવા માટે અમરેલી એસપી અને ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે હજુ સુધી આરોપી પકડાયો નથી આરોપીને પકડવા માટે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત એજન્સી ઓ શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો પણ નોંધાયો છે.