ત્રણ મહિના બાદ ૨૪ કલાક દરમિયાન સૌથી ઓછા ૪૫,૧૪૮ કેસ નોંધાયા

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૧૪૯ કેસ નોંધાયા, ૪૮૦ દર્દીનાં મોત

ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં આવતું જોવા મળી રહૃાું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહૃાો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ ત્રણ મહિના બાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી ઓછા ૪૫૧૪૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૭૯૦૯૯૫૯ સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૯૧૦૫ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહૃાો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૧૩૭૨૨૮ સુધી પહોંચી ગયો છે.
જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૬૫૩૭૧૭ સુધી પહોંચ્યો છે. મહીનાઓ પછી છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં સૌથી ઓછા ૪૮૦ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૧૯૦૧૪ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૯૦.૨૩ ટકા સુધી પહોંચ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૨૯૭૧૧૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૧૫૩૪૭૦ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૮૯૫૭૪૨૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૨૮૬૦૨૬૩ કેસ એક્ટિવ છે.
સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધતા જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૧૬૭૧૭૩ કોરોના કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં વધુ ૭ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૩૬૮૯એ પહોંચ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ ૧૩,૯૩૬ એક્ટિવ કેસ છે જેમાં ૬૫ કેસ વેન્ટિલેટર ઉપર છે જ્યારે ૧૩,૮૭૧ કેસ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧,૪૯,૫૪૮ લોકોને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે.