ત્રણ સંતાનો ધરાવતા રાજુલા નગરપાલિકાનાં બે સદસ્ય ગેરલાયક ઠર્યા

અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.03ના સભ્યશ્રી પ્રદિપભાઈ શંભુભાઈ રંજોલીયા અને વોર્ડ નં.07ના સભ્યશ્રી શમીમબેન જાહીદભાઈ જીરુકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-11(ઝ) હેઠળ કલેક્ટરશ્રી અમરેલીની કોર્ટમાં ગેરલાયક ઠર્યા છે. બંને સભ્યશ્રીઓને ચાલુ ટર્મમાં ત્રીજું સંતાન જન્મ્યું હોવાની અરજી અરજદારશ્રી મુળજીભાઈ દેવજીભાઈ નાગર દ્વારા કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં તપાસના અંતે નગરપાલિકા અધિયમન હેઠળ કલમ 38-(1) અનુસાર બંને સભ્યશ્રીઓને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે,
તેમજ આ બંને બેઠકો કલેક્ટરશ્રીના હુકમ જાહેર કર્યાની તા.06 ફેબ્રુઆરીથી ખાલી જાહેર કરવામાં આવી છે. આ હુકમથી નારાજ પક્ષકારો 15 દિવસમાં કમિશનરશ્રી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે અપીલ કરી શકશે, તેમ અમરેલી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટશ્રી દ્રારા એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું