ત્રીજી ટેસ્ટ: રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવાયો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ચેતેશ્રર પુજારાની જગ્યાએ શુક્રવારે પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન બનાવવામાં આવ્યા છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત આવ્યા બાદ અિંજક્ય રહાણે ટીમના કેપ્ટન બન્યા હતા ત્યારે મેલબર્નમાં રમાયેલી બૉક્સિગં ડે ટેસ્ટમાં પૂજારાને ઉપકેપ્ટન બનાવાયો હતો.

ટીમ મેનેજમેન્ટે અગાઉથી જ નિર્ણય કર્યો હતો કે રોહિત ફિટ થઈને ટીમમાં જોડાશે તો તેને ઉપકેપ્ટન બનાવાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહૃાું હતું કે, વિરાટની ગેરહાજરીમાં અિંજક્ય રહાણે કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના ઉપકેપ્ટનને લઈને કોઈ શંકા નહોતી, હંમેશા રોહિત જ હતો અને પુજારાને આ જવાબદારી ત્યાં સુધી સોંપવામાં આવી હતી જ્યાર સુધી રોહિત ટીમ સાથે નથી જોડાતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે,  લાંબા સમયથી સીમિત ઓવરોની ફોર્મેટમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે. એવામાં એ જાહેર છે કે વિરાટની ગેરહાજરીમાં તે ટીમનું નેતૃત્વ સમૂહનો હિસ્સો રહેશે.” રોહિત સિડનીમાં ૧૪ દિવસના ક્વોરન્ટાઈન પિરિયડ બાદ બુધવારે મેલબર્નમાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે.