થાઇલેન્ડ ઓપન: બીજા રાઉન્ડ સાઇના નેહવારનો પરાજય,ટૂર્નામેન્ટમાંથી બહાર

ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ થાઈલેન્ડ ઓપન-૨૦૨૦ના બીજા રાઉન્ડમાં હારની સાથે બહાર થઈ ગઈ છે. તેને ગુરૂવારે મહિલા સિંગલ મુકાબલામાં બુસાનન ઓંગમબરંગફાન વિરુદ્ધ ૨૩-૨૧, ૧૪-૨૧, ૧૬-૨૧થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.

નેહવાલે પ્રથમ ગેમ સંઘર્ષની સાથે  ૨૩-૨૧થી જીતી પરંતુ આગામી બંન્ને ગેમમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ગેમમાં બુસાનને દમદાર પ્રદર્શન કર્યું અને  ૨૧-૧૪થી જીતી હતી. પછી ત્રીજી ગેમમાં સાઇના થાકેલી જોવા મળી અને ૧૪-૨૧થી હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.