તા. ૩.૬.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ ચોથ, પુનર્વસુ નક્ષત્ર, વૃદ્ધિ યોગ, વણિજ કરણ આજે બપોરે ૧૨.૨૦ સુધી જન્મેલાંની ચંદ્ર રાશિ મિથુન (ક,છ,ઘ) ત્યાબાદ કર્ક (ડ,હ).
મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ શુક્ર રાહુની યુતિ ચાલુ છે ને કલાકારોને તકલીફ પડી રહી છે. સિંગર સિદ્ધુ અને કેકે એ વિદાય લીધી છે વળી આ યુતિ મંગળના ઘરમાં થતી હોવાથી અસામાન્ય સંજોગોમાં મૃત્યુ થવા પામ્યા છે, હજુ પણ શુક્ર રાહુની યુતિ રહે ત્યાં સુધી કલાકારો એ સાવચેતી રાખવી પડે ખાસ કરીને જે મિત્રો લાઇમ લાઇટમાં છે તેમને વિશેષ કાળજી રાખવી પડે. જન્મકુંળીમાં શુક્ર રાહુ યુતિ ઇચ્છનીય નથી. જયારે જયારે યુતિ કે પ્રતિયુતિથી ખરાબ યોગ બનતા હોય છે ત્યારે તે તેની અસર બતાવતા હોય છે. વિષયોગ, શ્રાપિત દોષ, સ્ત્રી દોષ, ચાંડાલ યોગ, સ્ફોટક યોગ જેવા યોગનું નિવારણ વિશિષ્ઠ પદ્ધતિથી કરવું જોઈએ. સામાન્ય રીતે જે બે ગ્રહો યુતિમાં હોય છે તેનું શમન કરવામાં આવે છે પરંતુ હકીકતમાં જે તે યોગ માટેના વિશિષ્ટ યંત્ર અને મંત્રનો ઉપયોગ કરી નિવારણ કરવામાં આવે તો તે વધુ સટીક સાબિત થાય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો બારમે મંગળ ગુરુ દર્શાવે છે કે વિશ્વમાં ઉપયોગમાં લેવાતા આધુનિક હથિયારોનો એક યુગ પૂરું થઇ રહ્યો છે અને હવે અતિ આધુનિક હથિયારો આવી રહ્યા છે. થોડા સમયમાં જ વિશ્વની શક્તિશાળી સેનાઓ પાસે ગુપ્ત અને અતિ આધુનિક હથિયાર અને સરંજામ જોવા મળશે.