અમરેલી,
સાવરકુંડલાનાં થોરડી પ્રા.શાળામાં શિક્ષીકાની બદલી થતા રોષીત બનેલા વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરતા બે દિવસથી શિક્ષણ કામગીરી બંધ છે. આજે એસએમસી કમીટી અને વાલીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવેલો અને બાળકોને શાળાએ ન મોકલવા નિર્ણય લીધો છે. બીઆરસી, સીઆરસી દ્વારા પણ વાલીઓને સમજાવવા પ્રયાસ કરેલ પરંતુ કોઇ વાલીઓ સમજવા તૈયાર નથી. અને પોતાની માંગણી પર અડગ છે. શાળાના આચાર્ય શ્રી પુજાબેન જોષીને શાળામાં પરત મુકો તેવી માંગણી વાલીઓએ પણ ઉઠાવી.