અમરેલી,
થોડા સમય પહેલા જ સાવરકુંડલામાં ઘનશ્યામનગર અને આદસંગ વિસ્તારમાં બે બાળકોને સિંહે મારી નાખ્યાનાં બનાવ બાદ આજે વધ્ાુ એક છ વર્ષની બાળકીને સિંહ દ્વારા મારી નાખવાનાં બનાવને પગલે ફફડાટ ફેલાયો છે.સાવરકુંડલાનાં થોરડી-આદસંગ વચ્ચે સિંહે છ વર્ષની બાળકીને મારી નાખી હોવાનાં સમાચારથી વનતંત્ર દોડી ગયું હતું. આ બનાવની વિગત એવી છે કે, આદસંગ ગામનાં રહીશ અને ફારમથી વાવવા રાખનાર વિપુલભાઇ જોધાભાઇ ગુજરીયાની પત્નિ વાડીમાં જુવાર વાઢી રહી હતી અને બાજુમાં તેમની છ વર્ષની દિકરી કુંજલ રમી રહી હતી ત્યારે ત્યાં અચાનક આવી ચડેલા અને જાંબલાનાં નામેઓળખાતા વિશાળ સાવજે કુંજલને પકડી અને મારી નાખી કપાસમાં લઇ ગયો હતો. આ બાળકીની માતાએ દેકારો કરતા લોકો દોડી આવ્યાં હતાં પણ આ સિંહ બાળકીની લાશ પાસેબેસી ગયો હતો. ટ્રેક્ટર દ્વારા તેમના હટાવવાનો પ્રયાસ કરવા તે ન હટતા ત્યાંથીને લાશને લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને વન તંત્ર દ્વારા સિંહને બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા સાવરકુંડલા, લીલીયાનાં ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાએ પુર્વ વિભાગનાં ડીએફઓ શ્રી રાજદીપસિંહ ઝાલા અને આરએફઓનો સંપર્ક કરી સિંહને તાત્કાલીક પાંજરે પુરી લોકોને ભયમુક્ત કરવા સુચના આપી હતી અને મરનારનાં પરિવારને વળતર સહિતની તમામ પ્રક્રિયાઓ ઝડપથી થાય તે માટે સુચના આપી અને મરનારનાં પરિવાર પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. વિપુલભાઇ ગુજરીયાને ચાર દિકરીઓ હતી જેમાંથી કુંજલ છ વર્ષની છે અને બાળવાટીકામાં તેમને મુકેલી હતી. સિંહે બાળકી ઉપર હુમલો શા માટે કર્યો તે બાબતે સૌ ને વિચારતા કરી મુક્યા છે કારણ કે દિપડા દ્વારા અવાર નવાર બાળકો ઉપર હુમલાનાં બનાવો બને છે પણ સિંહ દ્વારા હુમલાનાં બનાવો ભાગ્યે જ બનતા હોય છે. આ બનાવે સૌને વિચારતા કર્યા છે. બીજી તરફ મોડી સાંજ સુધી વનતંત્રની ટીમે સિંહને બેભાન કરી પાંજરામાં પુરવામાં આવ્યો હતો. માટેની પ્રક્રિયાઓ શરૂ કરી છે અને ગનથી સિંહને બેભાન કરવાની કોશીશ કરાતા તે ખેતરમાં જ હોય વનતંત્ર દ્વારા તેમને પાંજરે પુરવા માટે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન મોડી સાંજ સુધી શરૂ હોવાનું અને સાંજે આ સિંહ વનતંત્રનાં હાથમાં આવતા તેને પાંજરામાં પુરી એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો.