રાજુલા,
રાજુલા સાવકુંડલા રોડ પર થોરડી ગામ નજીક આવેલા ડીવાઈડર સાથે બાયક અકસ્માત માં એક વ્યક્તિનું શાંતિલાલ નું મોત થયુ અને એક વ્યક્તિ ને ઈજા પહોંચી મૃત્યુ પામેલા શાંતીભાઈ નાજાભાઇ મહીડા ઇજાગ્રસ્ત વ્યક્તિ પ્રદીપભાઈ ખોડાભાઈ વિંઝુડા બને યુવકો ધારેશ્વર ગામ ના દલિત સમાજ હતા એક વ્યક્તિ નુ મૃત્યુ થતા ધારેશ્વર ગામ તથા દલિત સમાજની અંદર શોક ની લાગણી છવાઈ છે અત્યારે ઉલ્લેખની છે કે આ રોડ ઉપર સાત જગ્યા ડિવાઇડરો આવેલા છે જેમાં અનેક અકસ્માતો અવારનવાર થાય છે અને કેટલાક લોકોના આમાં દુ:ખદ અવસાન પણ થયા છે આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય કરસનભાઈ દેવકા વાળાએ આ વિસ્તારના ધારાસભ્ય બાંધકામંત્રી અને પત્ર પાઠવી જણાવ્યું કે અમરેલી જિલ્લા બાંધકામ ખાતાની ઘોર બેદરકારીને કારણે અનેક લોકો આવા ડિવાઈડરમાં ભોગ બને છે આવા નાના નાના ડિવાઈડરો મૂકી જે રાત્રિના અકસ્માતને આમંત્રણ આપે છે આ અકસ્માતમાં મોત થયું છે શાંતિલાલ મહિડા ને તાત્કાલિક સહાય બાંધકામ ખાતાએ સુકવવી જોઈએ વધુમાં જિલ્લા પંચાયતના સદસ્ય કરસનભાઈએ જણાવ્યું કે આવા ડિવાઈડરોનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો બાંધકામ અધિકારી સામે પણ પગલાં લેવાની અને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગણી કરી છે.