દંડ પ્રશ્ર્ને બગસરા બંધ : સાંસદ, ધારાસભ્ય દોડી ગયા

આગેવાનોની મળેલી મહત્વની આ બેઠકમાં સરકારી તંત્રમાંથી કોઇ અધિકારી કર્મચારી ઉપસ્થિત ન રહેતા રોષ

વેપારીઓ સહિતની બેઠકમાં આગેવાનોએ ઘટતું કરવાની ખાત્રી આપતા વિવિધ સંસ્થાઓ દ્વારા આંદોલન સમેટાયું

બગસરા,બગસરા શહેરમાં સરકારી વહીવટી તંત્ર દ્વારા સોસીયલ ડિસ્ટન્સના નામે વેપારીઓ તેમજ આમ જનતા પાસેથી બે ફામ દંડ વસૂલાત કરવામાં આવી રહ્યો હતો જેના લીધે બગસરાની વેપારી સંસ્થાએ બે દિવસ બગસરા બંધનું એલાન આપતા બગસરા શહેર સજ્જડ બંધ રહેતા અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય નારણભાઇ કાછડીયા ધારી બગસરા વિધાન સભાના ધારાસભ્ય જે.વી કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગિડા શહેર પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઈ ભરખડા ભાવેશભાઈ મશરાણી હરકિસન પાનસૂરિયા દિનેશ હડિયલ યોગેશ રાદડીયા રાજેશ સોનપાલ ભરતભાઇ ભાલાલા પ્રદીપસિંહજી જાડેજા સાથે બગસરા શહેરમાં વેપારીઓને હેરાન કરાતા હોવાની વિસ્તૃત માહિતી આપેલ અને બગસરા શહેરના વેપારીઓને કે આમ જનતાને ખોટી રીતે હેરાન કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપેલ હતી અને જો કોઈ સરકારી અધિકારીઓ ખોટી રીતે વેપારીઓ તેમજ આમ જનતાને હેરાન કરતા હસેની જાણ ભાજપના આગેવાનોને થાશે તો તાબડતોબ આગેવાનો દોડી આવશે અને તેમનો ઉકેલ તરત લાવવામાં આવશે તેમ જણાવેલ હતું અને બગસરા શહેર બંધનું આંદોલન સમેટાયું હતું.જોકે આ બેઠકમાં સરકારી તંત્રમાંથી કોઇપણ અધિકારી ઉપસ્થિત રહ્યા ન હતા.
તેથી આ બેઠકમાં નિર્ણય અધિકારીઓ સ્વીકારશે કે કેમ ? તે જોવાનું રહ્યું.