દક્ષિણ ગુજરાતના ૩૧ તાલુકામાં હળવો વરસાદ

  • ચાર તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદહવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨માંથી ૩૧ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ અને માંગરોળમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૩૨ પૈકી ૩૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ અને માંગરોળમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
    આ સાથે ૬ તાલુકામાં આડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા રસ્તાઓ રિપેર કરવાની કામગીરી તાલી રહી છે. જ્યારે ભારે વરસાદના કારણે પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડી ગયું છે. જ્યારે વાંસદૃા તાલુકાના કંબોયાથી વાંદૃરવેલાને જોડતા રસ્તા પર કોતર પર આવેલ પુલની હાલત જર્જરિત થઈ ગઈ છે.
    અગાઉના વર્ષે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાનું સ્થાનિકો જણાવી રહૃાા છે. આ સાથે ધરમપુરમાં આવેલા ભૂતરૂન ખનકી પરનું નાળું તૂટી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે.