દક્ષિણ ગુજરાતની બોટો જાફરાબાદનાં બંદર પર આશરો લેવા પહોંચી : મધદરિયે હાઈટાઈટ

  • માછીમારો મદદ માટે દોડ્યા : 1 બોટમા પાણી ભરાતા બાંધીને લઇ આવ્યાં

રાજુલા,

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપવા મા આવી છે જ્યારે જાફરાબાદ બંદર પર તમામ બોટો આવી ગઈ છે માછીમારો ને દરિયો ન ખેડવા માટે ની સૂચના ને લઈ ને તમામ બોટો છેલ્લા કેટલાય દિવસ થી જાફરાબાદ બંદર પર છે જ્યારે સતત 2 દિવસ થી હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપી રહ્યા છે તેવા સમયે દક્ષિણ ગુજરાત ની વલસાડ વિસ્તાર ની કેટલીક બોટો મધ દરિયે હાઇટાઈટ ની સ્થિતિ થતા જાફરાબાદ બંદર પર આવી રહી છે આશરો લેવા માટે નજીક થતા કેટલીક બોટો જાફરાબાદ આવી રહી છે અને જાફરાબાદ ના માછીમારો દ્વારા તેમને વ્યવસ્થા ઓ કરી દેવાય છે જ્યારે લાઇટ હાઉસ નજીક એક બોટ પોહચવા આવતા 1 બોટ મા પાણી ભરાવા નુ શરૂ થતા તાકીદે અહીં જાફરાબાદ સામા બંદર થી અન્ય બોટો દ્વારા દોરી થી બાંધી ને બોટ ને જાફરાબાદ પોહચાડી દીધી હતી જોકે બોટ ને કોઈ નુકસાન ન થાય ડૂબે નહિ તે પહેલા મદદ માટે માછીમાર જવાનો દોડ્યા હતા બપોર બાદ સતત બોટો એકલ દોકલ જાફરાબાદ આવી રહી છે 5 જેટલી બોટો દક્ષિણ ગુજરાત તરફ ની આવી પોહચી છે.