દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપીના જળસ્તર ઉંચા આવ્યા  : લોકોમાં ખુશીનો માહોલ

સુરતનો વિયર કમ કોઝવે ની સપાટી ૬ મીટરને આંબી જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. સુરત અને તાપી જિલ્લાની અંદર વરસતા વરસાદને કારણે તાપી નદીના જળ સ્તરમાં વધારો થતો જોવા મળી રહૃાો છે. નાના નાના ચેકડેમો પણ પાણીથી છલકાઈ ગયા છે. ઉકાઈ ડેમની હાલની સ્થિતિ ૩૨૫ ફૂટ સુધીની નોંધાઇ રહી છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર પણ વરસાદ ગત વર્ષ કરતા ઓછો નોંધાતા ઉકાઈ ડેમની પાણીની આવકમાં પણ નોંધનીય વધારો થયો નથી, હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહૃાું નથી. તેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૨૫ ફુટની આસપાસ નજર રહી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારની અંદર જે વરસાદ પડી રહૃાો છે. તેના કારણે હાલત ડેમની સપાટીમાં આંશિક વધારો જોવા મળી રહૃાો છે. ઘણા દિવસના વિરામ બાદ આખરે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ચારે તરફ વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોનો તાત પણ ખુશ જણાઈ રહૃાો છે. ઓગસ્ટ મહિનાના પહેલા વીકમાં પણ વરસાદ ન ખાબકતા તેમજ ઉપરવાસમાં પણ વરસાદ ન થતા ઉકાઈ ડેમ સહિત નદી નાળાઓમાં જળ સ્તર ઘટી રહૃાું હતું. જોકે હાલ વરસાદી વાતાવરણ જવાને કારણે ખેડૂતો સહિત વહીવટી તંત્રે પણ રાહતનો શ્ર્વાસ લીધો છે. કોઝ વે ૬ મીટરે પહોંચતા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જુલાઈ અને ઓગષ્ટ મહિનાની અંદર પણ વરસાદ ખેંચાઇ જતાં જળાશયોમાં પાણી ખૂબ ઓછું જોવા મળી રહૃાો હતો. તેના કારણે ખેડૂતોની િંચતા વધી હતી. બીજી તરફ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાઈ જતા ખેતી ઉપર તેની સીધી અસર થતી દેખાઈ રહી હતી. જોકે વિલંબથી પણ હાલ ચોમાસાની જમાવટ થવાને કારણે હવે ખેડૂતોને આશા છે કે, ચોમાસુ પાક લેવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે.