દમણની એક હોટલમાં રોકાણ કરીને યુવાધનને નશાકારક એમડી ડ્રગ્સનું વેચાણ કરતો રાજસ્થાની યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વેચાણ અર્થે બેગમાં રાખવામાં આવેલો અંદાજે ૧૯૦.૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય પાવડર કબજે લીધો હતો. દમણ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, નાનીદમણ સ્થિત હોટલ હોટલ રાજપેલેસમાં કેટલાક સમયથી રોકાણ કરીને એક યુવક નશાયુક્ત પદાર્થનું વેચાણ કરી રહૃાો છે. આ બાતમીના આધારે દમણ પોલીસે હોટલ રાજપેલેસ ઉપર પહોંચીને યુવક જે રૂમમાં રોકાયો હતો એ રૂમ ઉપર છાપો માર્યો હતો. રૂમમાં રોકાયેલા યુવકની ઓળખ ગણપતલાલ મોહનલાલ માલી તરીકે થઇ હતી. રૂમમાં કાળા રંગની બે નાની બેગ મળી હતી જેમાં સફેદ રંગનો પાવડર મળ્યો હતો. આ ઉપરાંત વજન કરવાની એક નાની મશીન અન. બે મોબાઇલ કબજે લીધા હતા. સફેદ રંગના પાવડરની ખરાઇ અર્થે વલસાડ એફએસએલ ટીમને બોલાવી હતી જેમણે તપાસ કરતા સફેદ રંગનો પાવડર એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ૧૯૦.૩૬ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૧૫૨ ગ્રામ સાદૃો બિનનશાકારક પાવડર કબજે લીધો હતો. નાની દમણ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી ગણપતલાલ માલી રહે. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દમણની હોટલમાં ડ્રગ્સના વેચાણને લઇને ફરી એક વખત દમણ ચર્ચામાં આવ્યું છે. અગાઉ વાપી અને વલસાડ વિસ્તારમાંથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. તો ગાંધીનગરની ટીમે થોડા સમય અગાઉ જ વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ડ્રગ્સનું ઉપતાદનનું રેકેટ ઝડપી પાડ્યું હતું.