દરિયા કાંઠે આવેલી પીપાવાવ પોર્ટની જેટીએ સિંહ સિંહણ પરિવાર સહ મોડી રાતે પહોંચ્યા અને કન્ટેનરો થંભી ગયા

રાજુલા,રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટ એ.પી.એમ. ટર્મિનલ મા વાંરવાર સિંહો ઘુસી જવા ની ઘટના સામે આવી રહી છે ત્યારે પીપાવાવ પોર્ટ ની જે.ટી.પર સિંહો ઘુસી આવ્યા ગઈ મોડી રાતે અને અફડા તફડી સર્જાય હતી જોકે જે.ટી.પર ના દ્રશ્યો કેમેરા મા કેદ થયા હતા અહીં આવેલા કન્ટેનરો વાહનો થભી ગયા હતા જોકે પોર્ટ જે.ટી.પર સતત વાહનો ની અવર જવર દિવસ રાત શરૂ હોય છે મોટા વાહનો ની પુરપાટ ઝડપે ચાલતા હોય છે તેવા સમયે અહીં સિંહણ સિંહ બાળ પરિવાર સાથે આવી ચડ્યા હતા જોકે રાજુલા રેન્જ ના આર.એફ.ઓ.હિતેન્દ્ર સિંહ વાઘેલા સહિત વનવિભાગ નો સ્ટાફ પણ હાજર હતો અને આ પ્રકાર ના દ્રશ્યો સર્જાતા ભારે અફડા તફડી સર્જાય હતી સિંહો ની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે અહીં જે.ટી.થી થોડા દૂર પણ દરિયો નથી થોડીવાર માટે દોડા દોડ કરે તો પણ સિંહ પરિવાર દરિયા મા ખાબકે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જોકે વનવિભાગ પણ પીપાવાવ પોર્ટ મા લાચાર થાય છે અહીં વારંવાર આ પ્રકાર ની ઘટના સર્જાય છે ત્યારે અહીં મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ.? શિયાળબેટ ના રસ્તે અથવા જે.ટી.થી સીધા દરિયા મા છલાંગ લગાવશે તો જવાબદારી કોની આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે