દરેક દેશવાસીઓ કોરોના આફતની આંધી માંથી મુક્ત થઇને સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરતા શ્રી પરસોતમભાઇ રૂપાલા

  • કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાના માતૃશ્રીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો
  • કોરોનાનાં સમાચારો પ્રસરી વળતા સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થનાઓના ધોધ સાથે આર્શીવાદ વરસી પડેલા

 

અમરેલી,
દેશ આખો કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે અમરેલીના પનોતા પુત્ર અને દેશમાં કૃષિક્ષેત્રે કેન્દ્રમાં ખેડૂતોને ન્યાય અપાવતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વયોવૃદ્ધ માતૃશ્રીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થનાઓનો ધોધ વછૂટ્યો હતો ને પ્રાર્થના અને આશીર્વાદથી કેન્દ્રીય મંત્રી રૂપાલાના માતૃશ્રીને કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.હાલ દેશમાં આ કોરોના મહામારી સામે ફક્ત લોકોએ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે કામ સિવાય બહાર ન નીકળવું અને માસ્ક અવશ્ય લગાવવું એ દરેક માનવ જીવ માટે હિતકારી છે ત્યારે ગુજરાતની જનતાને મારી નમ્ર અપીલ સાથે વિનંતી છે કે મારા માતૃશ્રીની તબિયત ખુબજ સારી છે ને દેશના કોરોનાની સારવાર લઈ રહેલા દરેક માનવ જીવો પર કોરોના આફતની આંધી માંથી મુક્તિ મળે ને સાજા થઈ જાય તેવી મારી હૃદયથી પ્રાર્થના છે તેમ જણાવ્યું છે.