દરેક નાગરિકને મતમાં મળશે કોરોનાની વેક્સીન: મોદી

  • ચૂંટણી વચનોમાં કોરોના વેક્સિન ફ્રીની જાહેરાતો વચ્ચે વડાપ્રધાનનું મોટું નિવેદન
  • ફ્રન્ટલાઈન વર્કર્સને મળશે પ્રાયોરિટી,લોકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા
  • આપણો ઉદ્દેશ્ય કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે, જે અદ્વિતીય તક પ્રદાન કરી શકે

     

દેશમાં કોરોનાના કેસ ૮૦ લાખ હોવાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખાતરી આપી છે કે કોરોના રસી બની ગયા બાદ દેશના દરેક નાગરિકને રસી આપવામાં આવશે. કોરોનાના રસીકરણ અંગે તેમની સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં મોદીએ કહૃાું કે દેશના દરેક છેડે આ રસી હાજર દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના રસીના સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇન પર કામ ચાલી રહૃાું છે.

પીએમ મોદીએ કહૃાું હતું કે તેઓ આખા દેશને ખાતરી આપવા માંગે છે કે જ્યારે પણ કોરોના રસી મળશે ત્યારે દરેક દેશવાસીઓને રસી આપવામાં આવશે. કોઈને બાકી રખાશે નહીં. પીએમ મોદીએ દરેક દેશના રસીકરણની ખાતરી આપતા પીએમ મોદીના આ આશ્ર્વાસનથી કોરોના રસી ફ્રીમાં આપવામાં આવશે તે સમાચારને ફરીથી બળ મળી ગયું છે.

કોરોના સંકટને લઈને પીએમ મોદીએ કહૃાું કે ભારતમાં સરકારના સમયે લેવાયેલા નિર્ણયો અને લોકોની મદદથી અનેક લોકોના જીવ બચ્યા છે. લોકડાઉન લગાવવા અને ફરી અનલોકની પ્રક્રિયા યોગ્ય સમયે કરવામાં આવી હતી.

માનવામાં આવી રહૃાું છે કે સરકાર હેલ્થ સ્કીમની અંતર્ગત આ રસી માટેનું અભિયાન ચલાવી શકે છે. પીએમ મોદીએ કહૃાું કે ‘હું દેશને ખાતરી આપવા માંગું છું કે જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને છોડાશે નહીં. હા, આ રસીકરણ અભિયાનની શરૂઆતમાં કોરોનાના જોખમથી સૌથી નજીકના લોકોને સામેલ કરવામાં આવશે. તેમાં કોરોના સામે જંગ લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ થશે.

પીએમએ કહૃાું કે રસી પર બનેલા નેશનલ એક્સપર્ટ ગ્રૂપ તેના પર કામ કરી રહૃાું છે. આપણને એ ખબર હોવી જોઇએ કે રસી બનાવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. ટ્રાયલ થઇ રહૃાું છે. એક્સપર્ટ અત્યારે એ કહી શકે તે સ્થિતિમાં નથી કે રસી કેવી હશે, દરેક વ્યક્તિને કેટલો ડોઝ આપવો પડશે કે પછી આ એક જ વખત આપવી પડશે કે સમય-સમય પક. નિષ્ણાતના અભિપ્રાય મુજબ અમે દેશમાં વેક્સીનેશનની દિશામાં આગળ વધીશું.

કોરોના રસી માટે સરકારની તૈયારીઓ વિશે માહિતી આપતાં પીએમ મોદીએ કહૃાું કે ૨૮ હજારથી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ કોરોના રસીનો સંગ્રહ કરશે અને દેશના વિવિધ ભાગોમાં સપ્લાય ચેઇનનો ભાગ હશે. છેવાડાના દરેક નાગરિકને કોરોના રસી આપવામાં આવશે. તેમણે કહૃાું કે રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે આ અભિયાનને સમર્પિત ટીમો રસી અભિયાનનો ભાગ બનશે.

અર્થતંત્ર હવે સુધારની તરફ વધી રહી છે અને તે હજુ પણ વાત માટે પ્રતિબદ્ધ છે કે ૨૦૨૪ સુધી ભારત ૫ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે.

શું ભારત વિશ્વની સપ્લાય ચેઇનનું કેન્દ્ર બનવામાં ચીનની જગ્યા લઇ શકે છે? આ સવાલ પર પીએમ મોદીએ કહૃાું કે, ‘અમારો પ્રયાસ કોઈ પણ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે જે દુનિયાને અનોખી તકો આપનારો છે.