દર્દીઓ માટે આગોતરુ આયોજન : ચાવંડમાં 70 બેડની હોસ્પિટલનું કામ શરૂ કરાવતા કલેકટરશ્રી

  • ઓક્સિજનની પાઇપલાઇન ફીટ થતા કાલથી રાધીકામાં કોરોનાનાં દર્દીઓની સારવાર શરૂ થઇ જશે
  • હોમિયોપેથીક કોલેજમાં 75 બેડ કાર્યરત કરાયા : સાવરકુંડલામાં પણ પુરજોશમાં કામગીરી શરૂ કરાઇ : દર્દીઓની વધનારી સંખ્યાઓને ધ્યાને લઇ આયોજન

અમરેલી,
કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની પાઇપલાઇન ફીટ થતા કાલથી અમરેલીની રાધીકા હોસ્પિટલમાં કોરોનાનાં પોઝિટિવ આવેલા દર્દીઓની સારવાર શરૂ થઇ જશે તેમ કલેકટરશ્રી આયુષ ઓકએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કલેકટરશ્રીએ જણાવેલ કે આવનારા સમયમાં દર્દીઓની સંખ્યા વધે તો તેને વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યુ છે અને ચાવંડમાં 70 બેડની હોસ્પિટલનું કામ શરૂ કરાવી દેવામાં આવ્યુ છે.આ ઉપરાંત અમરેલી સ્વામી નારાયણ ગુરૂકુળની હોમિયોપેથીક કોલેજમાં 75 બેડ કાર્યરત કરાયા છે.

સાવરકુંડલામાં વધુ 50 બેડની હોસ્પિટલ :-

જ્યારે ઓક્સિજનની પાઇપલાઇન સાથેની 50 બેડની હોસ્પિટલ માટે સાવરકુંડલામાં પણ પુરજોશમાં કામગીરી શરૂ છે આવનારા સમયમાં દર્દીઓની વધનારી સંખ્યાઓને ધ્યાને લઇ આયોજન કરાઇ રહયુ છે.
કલેકટરશ્રીએ જણાવેલ છે કે રાજુલામાં 50, સાવરકુંડલામાં 60, હોમીયોપેથીક કોલેજમાં 75 અને એલડી હોસ્ટેલમાં 130 બેડની હોસ્પિટલ તૈયાર છે ઓક્સિજન પાઇપલાઇન સાથે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 130 બેડ, રાધીકા હોસ્પિટલમાં 100 બેડ અને સાવરકુંડલામાં વધુ 50 બેડની હોસ્પિટલ તૈયાર રહેશે જ્યારે ચાવંડમાં પણ સુરતથી આવનાર દર્દીઓને સીધા દાખલ કરી સઘન સારવાર અપાશે.