દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત

ડાકોરમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે.
આ ઉપરાંત રજીસ્ટ્રેશન નહી હોય તેવા ભક્તોને દર્શન માટે અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત રજીસ્ટ્રેશન જેમનું હશે તેમનું પણ થર્મલ ગન દ્વારા ચેકીંગ થશે, ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.બુધવાર તારીખ ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૮:૦૦ મંદિર વેબસાઈટ www.ranchhodrayji.org બુકીંગ શરૂ કરાશે.
ત્યાં દરેક ભક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. પંચાંગ મુજબ ૩૦/૧૦/૨૦૨૦ અને મંદિર પંચાંગ મુજબ ૩૧/૧૦/૨૦૨૦ એમ ૨ દિવસ ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમા ઉજવાનાર છે. ફરજિયાત ઓનલાઈન બુકીંગ થી માત્ર ૧૧૦૦૦ દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે.