દર રક્ષાબંધને મળતી રાખડીઓની ભેટ છે : શ્રી નરેન્દ્ર મોદી

અમરેલી,
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વીક નેતા અને દેશને આત્મનિર્ભરની દિશા આપનાર તેમજ જેમના માર્ગદર્શનમાં જી-20 સમિટનું સફળ આયોજન કરી ભારતનું ગૌરવ વધાર્યુ છે તેવા યશસ્વી અને કર્મઠ અને દેશની જનતાના હ્રદય સમ્રાટ એવા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતના બે દિવસ પ્રવાસે છે. સંસદના વિશેષ સત્રમાં ઐતિહાસીક નારીશક્તિ વંદન અધિનીયમ 2023 બીલ સંસદમાં બહુમતી સાથે પસાર કરી નારીશક્તિને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાચા અર્થમાં સન્માન આપ્યું છે ત્યારે આજે અમદાવાદ રપોર્ટ ખાતે નારીશક્તિને વંદન શ્રી મોદીને અભિનંદન કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતમાં તેમજ રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પેજ પ્રણેતાએવાયશસ્વીપ્રદેશઅધ્યક્ષશ્રીસી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની યોજનાના મહિલા લાભાર્થીઓદ્વારાવડાપ્રધાનશ્રીરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એરપોર્ટ થીકાર્યક્રમના સ્થળ સુધી રોડ-શો થકી મહિલાઓનું અભિવાદન સ્વીકાર્યું.વિકાસપુરુષ અને કર્મઠ પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદીએ માતૃભૂમિ ને વંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે, અંહી ઉપસ્થિત માતા અને બહેનોના ચહેરામાં એક અલગ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે.શ્રી મોદીએ રક્ષાબંધન તહેવારની વાત કરતા જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની બહેનોએ રક્ષાબંધન પર મને ખૂબ રાખડીઓ મોકલી હતી. રાખડી મળે એટલે ભાઇ તરફથી એક ભેટ આપવાનો પણ રિવાજ છે. મે આ વખતે બહેનો માટે ગીફટ પહેલાથી જ તૈયાર કરી રાખી હતી.આજે કહી શકું છું કે નારી શક્તિ અધિનીયમ દેશની બહેનો માટે ગીફટ છે.ગુજરાતમાં વર્ષો પહેલા જેન્ડર બજેટનો એક અનોખો પ્રયાસ કર્યો હતો. બહેનો અને મહિલાના સર્વસમાવેશી વિકાસ માટે સર્વગ્રાહી નારી ગૌરવ નીતી બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજય હતું. ગુજરાતમાં પોલીસ સહિત સરકારી ભરતીઓમા મહિલાઓ માટે 33 ટકા અનામત છે. ગુજરાતમાં પાણી સમિતિની વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. ગુજરાતને યુનાઇટેડ નેશન અને કોમન વેલ્થ એસોશિયેશ દ્વારા બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા. પાછલા નવ વર્ષોમાં મહિલાઓના વિકાસ માટે ખૂબ કામ કર્યુ. આજે દેશમાં ઇન્ડસ્ટ્રી હોય કે રમતનું મેદાન દિકરીઓ દેશનું ગૌરવ વધારી રહી છે. વિપક્ષોએ બહાના કરી મહિલાઓને અલગ અલગ વર્ગોમાં વહેંચી તાકાતને કમજોર કરવાનું ષડયંત્ર રચ્યું પરંતુ સરકારની તાકાત જોઇ તેમને સમર્થનમાં મત આપવો પડયો. આ બીલ પસાર થવાથી ટુંક સમયમાં મહિલાઓ લોકસભા અને વિધાનસભામાં મોટી સંખ્યામાં પહોચશે.આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના દરેક વર્ગનો સર્વગ્રાહી,સર્વપોશી,સર્વસમાવેશી વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની નારી શક્તિને વધુ સશક્ત