દહેગામમાં નગરપાલિકા કર્મચારીનું કોરોનાને કારણે મોત

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ ગાંધીનગરના દહેગામ નગર પાલિકામાં ફરજ બજાવતા રાકેશ શાહનું કોરનાના કારણે આજે નિધન થયુ છે. રાકેશ શાહમાં દહેગામ નગર પાલિકાની ચૂંટણી બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.જે બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.આજે સવારે કોરોનાના કારણે તેમનું નિધન થયું છે..ચૂંટણી દરમિયાન દહેગામના તાલુકા આરોગ્ય અધિકારી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા.