દાડમા ગામે ફેકટરીમાં આગ લાગતા રૂ/-41 લાખનું નુકશાન

અમરેલી,
લીલીયા તાલુકાના દાડમા પુતળીયા ગામે આવેલ જાપ એનર્જી સોલ્યુશન્સ ફેકટરીમાં આવેલ હેમર યુનિટ શેડમાં લોડરના ડ્રાઈવર ભાવેશભાઈ દિનેશભાઈ મકવાણા દ્વારા માલની હેર-ફેર કરતા હતા. તે દરમ્યાન લોડરમાં અચાનક આગ લાગતા આખા યુનિટમાં આગ લાગવાથી અંદર રહેલ એગ્રો વેસ્ટ માલ રૂ/-8 ,00,000 તથા મશીનરી રૂ/-12,00,000 લોડર રૂ/-11,00,000 તથા પતરાનો શેડ રૂ/-10,00,000 મળી કુલ રૂ/-41,00,000 આસપાસનું નુકશાન થયાનું ગૌતમભાઈ કાળુભાઈ પટેલે લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ