દાતરડી પાસે હાઇવે પ્રશ્ને ચક્કાજામ

રાજુલા,
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ની કામગીરી થી આ વિસ્તાર ના લોકો 2 વર્ષ થી સહન કરતા આવે છે રાજુલા થી મહુવા સુધી અતિ બિસમાર માર્ગ ના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે અહીં હિંડોરણા ચોકડી થી લઈ ને મહુવા સુધી ના સ્થાનિક ગ્રામજનો દ્વારા વાંરવાર રજુઆત છતા કોઈ પરિણામ મળતુ નથી અહીં માત્ર નેશનલ ઓથોરીટી ના અધિકારી ઓ માત્ર ખાતરી આપી પોતાની જવાબદારી માંથી છટકી જાય છે જ્યારે અતિ મહત્વ ની બાબત તો એ છે અમરેલી જીલા વહીવટી તંત્ર ના અધિકારી ઓ ને આ નેશનલ હાઇવે ના જવાબદાર અધિકારી ઓ ઓફિસરો ગાઠતા નથી જેના કારણે સ્થાનિક અધિકારી ઓ પણ લાચાર થયા છે રાજ્ય ની સરકાર વિકાસ ના બણગા ફૂંકે છે પરંતુ કોઈ એક્શન લેતી નથી. આજે આખરે દાતરડી ગ્રામજનો અતિ ધૂળ ખાઇ ખાઇ મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે આજે ગ્રામજનો એકઠા થય રોડ પર આવી ગયા અને ચકાજામ કરી દીધો કેટલીક વસ્તુ ઓ રોડ પર રાખી રીતસર બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો જ્યારે આજે કલાકો સુધી નેશનલ હાઇવે બંધ રહેતા ડુંગર પોલીસ દોડી ગઈ હતી અને ટોળા ઓ જે પ્રથમ તો સમજાવટ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યારે અહીં વાંરવાર સ્થાનિકો રજૂઆતો કરતા હતા આજે આખરે ધીરજ ખૂટી પડતા ચકાજામ કર્યો હતો.