દામનગરના છભાડીયા ગામે વીજ કર્મચારી ઉપર હુમલો

અમરેલી,
દામનગરના છભાડીયા ગામે પીજીવીસીએલના ગ્રાહક ભીમજીભાઈ પુંજાભાઈ મકવાણાએ લાઈટબીલની બાકી રકમ નહી ભરતા તેવોનું નિયમોનુસાર વિજકનેકશન કાપવા જતા સારૂ નહી લાગતા વિજ કર્મચારી હરેશભાઈ હસમુખભાઈ ચૌહાણ ઉ.વ.30 ને રાજુ મધ્ાુભાઈ બગડા તથા જગદીશ ભીમજીભાઈ મકવાણા ગાળો બોલી ગાલે જાપટ મારી અસભ્ય વર્તન કરી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની દામનગર પોલિસ મથકમાં ફરિયાદ