દામનગરના નારાયણનગરમાં પરીણીતા ઉપર હુમલો

અમરેલી,
દામનગરના નારાયણનગર ચામુંડા નગરમાં રહેતી મનિષાબેન લાલજીભાઈ પરમારના સાસુએ ખાળ કુવો સાફ કરાવવાના સાડા ત્રણ હજાર રૂપિયા આપેલ. અને મનિષાબેન તેમના સાસુ પાસે દુકાનના નામાના ત્રણ હજાર લેવાના બાકી હોય. જેથી તેમના સાસુને કહેલ કે ખાળ કુવો સાફ કરાવવાના સાડા ત્રણ હજાર આપેલ.અને તમારા નામાના પૈસા વાળી અમારે 500 રૂપિયા આપવાના થાય છે.તેવી વાત કરતા પતિ લાલજી ધીરૂભાઈ પરમારે કહેલ કે આ વહીવટ તારે કરવાનો નથી.અને ઘરનો વહીવટ હું કરું છું. જે વાત મનિષાબેને તેમના સાસુને કરતા સારૂ નહી લાગતા પતિ લાલજીએ ઉશ્કેરાઈ ગાળો બોલી લાકડાના બટકા અને ઢીકાપાટું વડે મારમારી ઈજા કર્યાની દામનગર પોલિસ મથકમાં ફરિયાદ