દામનગરની ધમાલમાં બન્ને પક્ષના 33 આરોપીઓને 3 વર્ષની કેદ

અમરેલી, દસ વર્ષ પહેલાના દામનગરમાં થયેલા મારા મારી ના અને ફાયરીંગના બનાવમાં એક પક્ષના 17 અને બીજા પક્ષના 16 મળી કુલ 33 આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે તમામને પ્રોબેશનનો લાભ આપી જામીન મુકત કરવામાં આવ્યા હતા.
આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, દામનગરમાં સ્વામિનારાયણ મંદીર અને કબ્રસ્તાનની જગ્યા પ્રશ્ર્ને તા.14-6-12નાં બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં સામસામી મારામારી થતા 307 સહિત જુદી જુદી કલમો હેઠળ દામનગર પોલીસમાં ગુનો દાખલ થયેલ અને ઉપરોક્ત કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં જિલ્લા મુખ્ય ન્યાયાધિશ શ્રી વચ્છાણી સમક્ષ ચાલી જતા આરોપી ગોરધન ગોવીંદભાઇ નારોલા, અમરશી ભીમજીભાઇ નારોલા, સંજય બાબુભાઇ વિરડીયા, વિનુ વિઠલભાઇ નારોલા, મનુ ગોવિંદભાઇ નારોલા, રાણા પોપટભાઇ વાવડીયા, મધુ મોહનભાઇ ડભોયા, વિપુલ પરશોતમભાઇ નારોલા, ભીમજી રણછોડભાઇ વાવડીયા, લાલો ઉર્ફે હરેશ પરશોતમભાઇ નારોલા, ધર્મેશ ઉર્ફે મુનો ભીખાભાઇ ચોવટીયા, ઘનશ્યામ ધરમશી ભાઇ નારોલા, રાકેશ ઉર્ફે હકો ભીખાભાઇ ચોવટીયા, ભરત ધરમશીભાઇ નારોલા, હરજી કાનજીભાઇ નારોલા સામે રાજુભાઇ હકુભાઇ ચુડાસમાએ દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ. ઉપરોક્ત કેસ અમરેલી એડીશ્નલ સેશન્સ જજ શ્રી આરટી વચ્છાણી સમક્ષ ચાલી જતા સરકારી પીપી શ્રી મમતાબેન ત્રીવેદીની દલીલોને ધ્યાને રાખી 325, 114માં 3 વર્ષ સાદી કેદ, પાંચ હજારનો દંડ, 324, 114માં બે વર્ષ સાદી કેદ, ત્રણ હજારનો દંડ, 323, 114માં એક વર્ષ સાદી કેદ, એક હજાર દંડ તેમજ જુદી જુદી કલમોમાં રૂા. બે હજારનો દંડ તેમજ પ્રોબેશ્નલ ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઇ તેમજ ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ 360 વંચાણે લેતા બે વર્ષનાં રૂા.10 હજારનાં સારી ચાલ ચલગતનાં જાત મુચરકા તેમજ તેટલી જ રકમનાં જામીન આપ્યેથી પ્રોબેશનનો લાભ આપી સારી ચાલ ચલગતનાં જામીન પર મુક્ત કરવા હુકમ કરેલ છે. આ કેસ દરમિયાન આરોપી વિપુલ પરશોતમભાઇ નારોલા તથા ઘનશ્યામ ધરમશીભાઇ નારોલાનાં કેસની સુનાવણી પહેલા મૃત્યુ નિપજેલ હતાં. જ્યારે સામા પક્ષે વિનુભાઇ વિઠલભાઇ નારોલાએ દામનગર પોલીસ મથકમાં 323, 324, 307, 504, 427 આર્મ એક્ટલ અલમ 25 (1) (સી) જીપીએક્ટ કલમ 135 મુજબ આરોપીઓએ લાકડી, પાવડા, કુહાડી, બંદુક વડે હુમલો કર્યાની દામનગર પોલીસ મથકમાં ્ફરિયાદ નોંધાવેલ. ઉપરોક્ત કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી પીપી શ્રી જેબી રાજગોરની ધારદાર દલીલોને ધ્યાને રાખી આરોપી નુરા ગાજીભાઇ ચુડાસમા, હકુ ગાજીભાઇ ચુડાસમા, હાજી ભાભલુભાઇ દલ, સલીમ મહમદભાઇ ચુડાસમા, કાળુ ઉર્ફે અલારખ ચકુરભાઇ ચુડાસમા, અસ્લમ મહમદભાઇ ચુડાસમા, ઇકબાલ ઇસાભાઇ ડેરૈયા, બાવ ઉર્ફે બાબુ ગાજીભાઇ ચુડામસા, મુસા કાળુભાઇ ચુડાસમા, જીણકુ ગાજીભાઇ ચુડાસમા, સમા અહેમદભાઇ ઉર્ફે સેજુ ઇકબાલભાઇ સૈયદ, યુસુફ હાજીભાઇ પરમાર, ઇનાયત ઇકબાલભાઇ સૈયદ, આલમ હાજીભાઇ દલ, ભીખા ઉર્ફે મજીદ મહમદભાઇ પઠાણ, સોહિલ ઉર્ફે અંટુ યુનુસભાઇ પરમાર, કાદરભાઇ ગાજીભાઇ ચુડાસમા સહિતને 325, 114માં ત્રણ વર્ષ સાદી કેદ, પાંચ હજાર દંડ, 324, 114માં બે વર્ષ સાદી કેદ ત્રણ હજાર દંડ તેમજ જુદી જુદી કલમ મુજબ 1000, 500, 500, 1000 દંડ ફરમાવેલ છે. પ્રોબેશ્નલ ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઇ તેમજ ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ 360 વંચાણે લેતા બે વર્ષનાં રૂા.10 હજારનાં સારી ચાલ ચલગતનાં જાત મુચરકા તેમજ તેટલી જ રકમનાં જામીન આપ્યેથી પ્રોબેશનનો લાભ આપી સારી ચાલ ચલગતનાં જામીન પર મુક્ત કરવા હુકમ કરેલ છે.