દામનગરમાં એસપીશ્રી હિમકરસિંહનો લોકદરબાર

દામનગર,
પોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે એસ પી ના વરદહસ્તે ચિત્રકૂટ વાટિકા તકતી અનાવરણ એવમ વૃક્ષારોપણ કરાયું હતું પોલીસ સ્ટેશન ખાતે પધારતા એસ પી શ્રી હિમકરસિંહ નું નાની બાળા દ્વારા સામૈયા સાથે સત્કાર કરાયો હતો અને પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબાર નું દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરાયું હતું દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી અસંખ્ય અગ્રણી વેપારી ઇન્ડસ્ટ્રીઝ શ્રી સહકારી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ડેપ્યુટી ઓફ પોલીસ સી પી આઈ સ્થાનિક પી એસ આઈ પરમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ની હાજરી માં એસ પી શ્રી હિમકરસિંહ એ સર્વ ને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તેમજ ઇ એફ આઈ આર મોબાઈલ અને વાહન ચોરી ઉપરાંત સાયબર ક્રાઈમ અંગે અવગત કર્યા હતા સાથે ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારો માં પરપ્રાંત કે અન્ય આંતર જિલ્લા ઓમાં થી આવતા વ્યક્તિ મજૂર કે ભાડુઆતો નું આઈડેન્ટિફિકેશન રજીસ્ટેશન કરવા ઉપર ભાર મુક્યો હતો ચેતતા નર સદા સુખી જાગૃત બનો વાકેફ બનો ન્યૂડ વિડીયો કોલ આવે તો રિસ્પોન્સ ન આપો તેનું આચરણ ન કરો તકેદારી રાખો વિના સંકોચ પોલીસ ની મદદ મેળવો ની અપીલ કરી હતી ખૂબ મોટી સંખ્યા માં શાળા માં પોલીસ કેડેટ ના વિદ્યાર્થી ઓની ઉપસ્થિતિ માં આજે દામનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો સ્થાનિક લોકો સાથે એસ પી શ્રી હિમકરસિંહ એ સિધો સંવાદ કર્યો .