દામનગરમાં ગરીબો સરકારી યોજનાનાં લાભથી વંચીત

  • ઝુંપડીપટી વિસ્તારને સરકારી સુવિધા મળતી નથી 

દામનગર,
દામનગર પાલિકા તંત્ર વિકાસ ની આંધળી ડોટ મૂકી સરકારી ખુલ્લા મેદાનો માં પણ પેવરબ્લોક થી મઢાય ગયા છે પણ ગરીબ પરિવારો ઝૂંપડપટ્ટી ઓ માં રહેતા ગરીબો ને સરકારી યોજના ઓના લાભ થી પાલિકા ની બેદરકારી એ વંચિત રહેવું પડે છે ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી ચૂંટાયા પછી સરમુખત્યાર બની જાય છે નેતા ઓ ગુજરાત સરકાર ની લોકકલ્યાણ કારી યોજના ઓથી છેવાડા ના માનવી સુધી પહોંચાડવા ના અભિગમ નો પાલિકા દ્વારા ઉલાળીયો કરાય રહ્યો છે દામનગર શહેર છેલ્લા દસ વર્ષ થી બી પી એલ સર્વે નહિ શહેર માં દર વર્ષ પહેલાં ની બી પી એલ યાદી ના માત્ર 185 લાભાર્થી ઓ ચાલ્યા કરે છે શહેર ની આર્થિક પછાત વસાહત ઝૂંપડપટ્ટી માં રહેતા ગરીબ પરિવારો ની વારંવાર રજૂઆતો થી ગ્રામ વિકાસ એજન્સી ની ચૂસના નું ચૂસચુરિયું એકપણ ગરીબ પરિવાર ને સરકારી યોજનો નો લાભ ન મળી શકે તેમાટે ભ્રષ્ટ પાલિકા તંત્ર જ જવાબદાર છે મોટાભાગ ની સરકારી યોજના પાલક માતાપિતા વિધવા સહાય અન્ન પુરવઠા આરોગ્ય માનવ કલ્યાણ ટુલ્સ કીટ કુટીર જ્યોત વીજ કનેક્શન સહિત શિક્ષણ જેવી અનેકો યોજના ઓમાં ગુજરાત સરકાર ની બજેટ જોગવાઈ કરી છેવાડા ના ગરીબ લાભાર્થી ઓ સુધી પહોંચવા કલ્યાણ મેળા કરી છે ત્યારે દામનગર પાલિકા તંત્ર વિકાસ ની આંધળી ડોટ મૂકી પેવર બ્લોક ના રસ્તા અને ખુલ્લા મેદાનો પણ મઢી રહી છે ગત તા/8/2019 નિયામક અન્ન પુરવઠા ગાંધીનગર ના પત્ર તા26/8/2019 ગ્રામ વિકાસ એજન્સી ના પત્ર તા24/7/19 તાલુકા મામલતદાર ના પત્ર તા22/7/19 ના ધારાસભ્ય ના રાજ્ય ના મુખ્ય મંત્રી તેજમ જિલ્લા કલેકટર શ્રી ને પત્ર પાઠવી બી પી એલ સર્વે અંગે નવી યાદી અપડેટ કરી ગરીબ લાભાર્થી ઓ સુધી લાભ પહોંચાડવા નગરપાલિકા ને મળેલ 650થી વધુ પરિવારો ની અરજી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ને મોકલતા તા19/12/19 ના રોજ ગ્રામ વિકાસ એજન્સી એ નં. જગવ/બી પી એલ/વશી /19.978થી સ્પષ્ટ ચૂસના આપી શહેરી વિસ્તાર માં પાલિકા જાતે સર્વે કરી રિપોર્ટ કરી કાર્યવાહી કરે તેવી તાકીદ છતાં પાલિકા ના માટીપગા નેતા ઓ ને ગરીબ પરિવારો માટે ટાઈમ નથી શહેર ના ખુલ્લા મેદાનો પેવરબ્લોક થી મઢી વિકાસ ની આંધળી ડોટ મુક્તિ પાલિકા શહેરી ગરીબ પરિવાર માટે વિચારે તે જરૂરી છે કોવિડ 19 ની મહામારી થી લાંબો સમય બંધ રહેલ રોજગારો શ્રમિકો માટે અભિષાપ બની ગયો છે શહેર ની ઝૂંપડપટ્ટી અને આર્થિક પછાત વસાહતો માં રહી શ્રમજીવી પરિવારો માટે વિચારે તે જરૂરી છે ગ્રામ વિકાસ એજન્સી ની ચૂસના ને એકવર્ષ થવા છતાં પાલિકા તંત્ર ગરીબો પરિવારો ના સર્વે માટે સમય નથી સરકારી ખુલ્લા મેદાનો મઢી દેતું પાલિકા તંત્ર ગરીબો સામે પણ જોવે તે જરૂરી છે.