દામનગરમાં દારૂની 40 બોટલ સાથે ઝડપાયો

અમરેલી,
લાઠી તાલુકાના દામનગર મુકામે ધામેલ રોડ ઉપર રહેતા (1) હાર્દિક અનીલભાઇ રાઠોડ તથા (2) રવિભાઇ વિનુભાઇ ભાસ્કર ગેર કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘરે રાખી વેચાણ કરેલ છે જે હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ તજવીજ કરતા રવિ વિનુભાઇ ભાસ્કરના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની નાની મોટી કુલ નંગ-40 બોટલ કી.રૂ.8400/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમ હાર્દિક અનીલભાઇ રાઠોડ મળી આવેલ જેથી રેઇડ દરમ્યાન મજકુર ઇસમ પકડાઇ ગયેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળ ની ઘટતી કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનને સોપી આપેલ.મેક ડોનલ્ડ કલેશન વ્હિસ્કી ઓરીજનલ 750/- મી.લી. બોટલ નંગ-12 (2) મેક ડોનલ્ડ કલેકશન વ્હિસ્કી ઓરીજનલ 180 મીલી. નંગ-28 પકડી પાડેલ છે.