અમરેલી,
દામનગર ધામેલ રોડ ઉપર આવેલ સજાવટ નામની દુકાનમાં રૂ કાતવાના ઈલેકટ્રીક મશીનની મોટરમાં શોર્ટ સર્કીટ થવાથી દુકાનમાં રાખેલ રૂ ભરેલ ગાદલા, તકીયાઓ, કાપડના પડદાઓ , રજાઈ, ગાદલા- તકીયાના કાપડના કવર , ઈલેકટ્રીક રૂ કાતવાનું મશીન, ઈલેકટ્રીક કાંટો , સીલર મશીન , બે પંખા , એક સીલાઈ મશીન, તેમજ 40 -40 કીલોની ચાર રૂની ગાંસડીઓ તેમજ દુકાનનું લાઈટીંગ મળી આગ ભસ્મીભુત થી જતા રૂ/-2,00,000 નું નુકશાન થયાનું દામનગર પોલિસ મથકમાં જાહેર થયેલ છે.