દામનગરમાં પરિણિતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી, દામનગર ઠાસા રોડ ઉપર રહેતી દક્ષાબેન ખોડુભા ગોહિલ ઉ.વ.25ને તેની પાછળની શેરીમાં રહેતા ઉમેશભાઇ દિનેશભાઇ દક્ષાબેનના ઘરે મળવા આવેલ. જે પતિ ખોડુભા જીલુભા ગોહિલ જોઇ જતા પોતાને લાગી આવતા. રૂમમાં જઇ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ખોડુભા ગોહિલે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.