દામનગરમાં શેર બજારમાં રોકાણ કરાવી રૂ.57 લાખ ઉપરાંતની ઠગાઇ

અમરેલી,

મુળ સણોસરા હાલ દામનગર રહેતા જયેશભાઇ વલ્લભભાઇ વિસાવળીયા અને તેના મિત્ર સર્કલનાઓએ કુલદિપ ભાવેશભાઇ સેલડીયા રહે.સુરત યોગીચોક ક્રિષ્ટલ લકજુરીયા ફલેટવાળાએ જૈનમ બ્રોકીંગ લીમીટેડ મારફતે શેર બજારમાં રોકાણ કરવાનો અને તેમાથી સારુ વળતર અપાવવાનો ખોટો વિશ્ર્વાસ તથા લાલચ આપી જયેશભાઇ તથા તેના મિત્ર સર્કલમાં કુલ રૂ.1,13,12,000 રોકાણ કરવા લઇ શેર બજરમાં પોતાની રીતે રોકાણ કરી તેમાથી વળતર ના નામે રૂ.56, 08, 200 પરત આપી બાકીના રૂ.57,03,800 પરત નહી આપી વિશ્ર્વાસધાત કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ .