દામનગરમાં 15 હજારની રોકડ લઇ પલાયન

  • મુખ્ય બજારમાં ખરીદી કરવા આવેલ ચીટર ટોળીનું વિચિત્ર તરકટ

દામનગર,
દામનગર શહેર માં લાલબતી રૂપ કિસ્સો મુખ્ય બજાર માં પ્રતિષ્ઠિત વેપારી ને ગ્રાહક બની ને આવેલ ઢગો એ પંદર હજાર ની રોકડ રકમ લઈ ગણતરી ની સેકન્ડો માં ગાયબ દામનગર શહેર ની મુખ્ય બજર માં ખરીદી કરવા આવેલ ચીટર ટોળી નું વિચિત્ર તરકટ વેપારી ની દુકાને આવી મોદી ખાનું ખરીદ કરવા નું શરૂ કર્યું અનાજ કઠોળ કરિયાણાની ચાર પાંચ હજાર ની ખરીદી કરી પાર્સલ પેક કરાવી વેપારી ને સંપૂર્ણ વિશ્વાસ માં લઇ ગ્રાહક બની ને આવેલ ઢગો એ મોટી રકમ ના છુટા માંગ્યા વેપારી એ પચીસ ત્રીસ હજાર ના છુટા નાની નોટ તૈયાર કરતા બંને ઢગ એકમેક સાથે માલ ભરવા માટે રીક્ષા વાળા ને ફોન કરવા નું નાટક રચ્યું કાઉન્ટર ઉપર પડેલ છુટા રૂપિયા માંથી ખૂબ મોટી રકમ સેરવી લીધી છુટા લેવા માટે રૂપિયા મુક્યા નહીં અને કાઉન્ટર ઉપર પડેલ છુટા રૂપિયા માંથી અડધી રકમ સિફટતા પૂર્વક સેરવી લીધી અને વેપારી કાઈ સમજે તે પહેલાં ગણતરી ની સેકન્ડો માં ગાયબ થઈ ગયા વેપારી એ કાઉન્ટર ઉપર મુકેલ ત્રીસ હાજર માંથી 14500 જેવી રકમ ગાયબ કરી ગયા જે માલ પેક કરાવ્યો તે લેવા નો ક્યાં હતા ? ગ્રાહક બની ને આવેલ ઢગો એ ગ્રાહક ની ભારે ચહલ પહલ ધરાવતી મુખ્ય બજાર માં ધોળા દિવસે તરકટ કર્યું ચિટરો ગ્રાહક બની ને અનોખી રીતે ઢગી ગયા હતા આ ઢગ કોઈ વ્યહાત્મક જગ્યા એ કેમેરા માં કેચ થયા હશે ખરા આ બનાવ થી વેપારી ઓએ ચેતવા જેવું ખરું દુકાન ચોક મુખ્ય બજારો વ્યહાત્મક જગ્યા એ સંયુક્ત રીતે પણ સી.સી ટીવી કેમેરા હોય તો કારગત નીવડી શકે ખરા તેવો સવાલ ઉભો થયો છે.