દામનગર નગર પાલિકા પ્રમુખ તરીકે ચાંદની બેન નારોલા ઉપપ્રમુખ તરીકે ગોબર ભાઈ નારોલા

દામનગર,
દામનગર પાલીકાની ચુંટણીમાં ભાજપના 22 સભ્યો અને 2 કોગ્રેસના સભ્યો ગત તા.2/3/21ના ચુંટાયેલ જાહેર થયા હતા.પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પાલીકામાં ભાજપના ચાંદનીબેન પી નારોલા જે છેલ્લા બે ટર્મથી ચુંટાય આવતા હતા અને ગયા વખતે એનસીપીના શાસનમાં પ્રમુખ તરીકે હતા. તે બળવો કરીને ભાજપમાંથી ચુંટણી લડેલ અને જીતી જતા તેમને ઉપપ્રમુખ તરીકે ગોબરભાઇ નારોલાને સર્વાનુમતે ચુંટી કાઢવામાં આવેલ છે અત્રે એ યાદ અપાવુ કે છેલ્લા બે ટર્મથી એનસીપીનું શાસન હોય આ વખતે એક પણ સીટ આવેલ ન હતી.તેમજ કોગ્રેસ પાલીકા થયા પછી પ્રથમ વખત જ ફકત બે સીટ થીજ સંતોષ માનવો પડયો છે દામનગર પાલીકાનો દરજજો 2005 થી મળેલ.પ્રથમ વખત ભાજપ 12, એનસીપી 8 અને અપક્ષ 1 હતી ત્યારે ભાજપે 12+1 અપક્ષને લઇ 5 વર્ષ શાસન કરેલ પછીના 10 વર્ષ એનસીપીએ શાસન કરેલ છેલ્લે એનસીપીમાંથી બળવો કરીને 9 સભ્યો ભાજપમાં આવેલ જેમાંથી 6 જણા ચુંટણી લડેલ જે 6 ઉમેદવાર ચુંટણી જીતેલા જેમાં એનસીપીમાં પ્રમુખ રહી ચુકેલાને આ વખતે ઉપપ્રમુખપદ આપવામાં આવેલ છે.