દામનગર નજીક દહીંથરાની સીમમાં પાણી ભરેલ ખાણમા ઝંપલાવતા પરિણિતાનું મોત

અમરેલી,
દામનગરના દહીંથરા ગામની સીમમા મુળ એમપીની તારાબેન પલાગસિંહ રાવત ઉ.વ.20 બંને પતિ પત્નિ ભરડીયામા મજુરી કામ કરતા હોય. જે મજુરી કામ ગમતુ ન હોય પતિને વતનમા જવાનુ કહેતા હાલ પૈસાની વ્યવસ્થા ન હોય જેથી ભરડીયે મજુરી કામ કર્યા બાદ પૈસાની વ્યવસ્થા થયે વતનમા જવાનું કહેલ હતું.જેથી પોતાને લાગી આવતા ભગીરથ ભરડીયા પાસે પાણી ભરેલ ખાણમા જંપલાવતા પાણીમા ડુબી જતા મૃત્યું નિપજયાનું પતિ પલાગસિંહ ગણપતસિંહ રાવતે દામનગર પોલિસ મથકમાં જાહેર કરેલ .