દામનગર,દામનગર પો.સ્ટે. વિસ્તારના મુળીયાપાટ ગામે સરકારી પડતર જમીને ગેરકાયદેસર વગર પાસપરમીટે ખનીજ માટીનુ જે.સી.બી. વતી ખોદકામ કરી ટ્રેકટરો મારફતે માટી ચોરી કરતા ત્રણ શખ્સોેને એક જેસીબી તથા બે ટ્રેકટર ટ્રોલીઓ જેમા આશરે કુલ 02 ટન માટી સાથે કુલ એક જેસીબી અને બે ટ્રેકટર ટ્રોલીઓ માટી સાથે મળી કુલ કિ. 16,01,000/-અંકે સોળ લાખ એક હજાર ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી જાહીદખાન જરૂરખાન પઠાણ, ખુશાલભાઇ રમેશભાઇ પંચાસરા, ઇસ્લામભાઇ ભીરમભાઇ કાઠાત વિરૂધ્ધ દામનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.