દામનગર પ્રા.શાળામાં માઇક્રોસોફટના માધ્યમથી બોર્ડ વર્કનું શિક્ષણ

  • વિડીયો તેમજ અન્ય માધ્યમોનો શિક્ષણ માટે ઉપયોગ કરાયો

દામનગર,
લોક ડાઉન થી બંધ કરવામાં આવેલ પ્રાથમિક શાળાઓ,સ્કૂલો નાં વિદ્યાર્થીઓ નો અભ્યાસ અટકે નહી તે માટે શરૂ કરાયેલ ઓન લાઈન શિક્ષણનો સિલસિલો અમરેલી જીલ્લાના દામનગર પ્ર.સે.શાળા નં.1 ( ગ્રીન શાળા ) માં વિજ્ઞાન શિક્ષક આર.ડી. હેલૈયા વિદ્યાર્થીઓને સાંજના 7-8 વાગે માઇક્રોસોફ્ટના માધ્યમથી બોર્ડ વર્કનું શિક્ષણ આપી રહ્યા છે.વિજ્ઞાનના જે તે વર્ગ માટે વિડિયો તેમજ શક્ય હોય તેટલા તમામ પ્રયાસથી બાળકોને શાળાએથી જ પોતાના ઘરે શિક્ષણ આપવામાં આવી રહ્યું હોય વાલીઓ ખુશ છે.