દામનગર શહેરમાં યુવાનને રૂપિયા 42 લાખનું રોકાણ કરાવી છેતરપીંડી કરી

અમરેલી,
દામનગર ભવાની ચોકમા હિરાનુ કારખાનું ધરાવતા રશ્મિનભાઈ પ્રમોદસિંહ પઢીયાર ઉ.વ. 34 તેમજ અન્ય બીજા રોકાણકારોને ભોળવી ઈગ્નાઈટ કોઈનમા યુએસડીટી રોકાણ કરવાની સ્કીમ બતાવી સારૂ કમીશન આપવા લલચામણી વાતો કરી તેમજ જેટલી આઈડીઓ બનાવો તેવી રીતે કમીશન આપવા લાલચ આપી વેબસાઈટ ઉપર લોગઈન કરાવી અલગ -અલગ આઈડી બનાવી રશ્મિનભાઈ પાસેથી રૂ/-42,00,000 જેટલી રકમનું રોકાણ કરાવી રકમ પરત નહી આપી વિશ્ર્વાસમા લઈ છેતરપીંડી કર્યાની પંકજ જીતેન્દ્રભાઈ ગોહેલ મુળ દામનગર હાલ સુરત ,બીપીન અમૃતલાલ જોષી મુળ જુનવદર હાલ ભાવનગર , કલ્પેશ મનસુખભાઈ વસોયા મુળ સરસીયા હાલ સુરત, સતિષ પ્રતાપભાઈ ગોલ રહે. ટીંભરવા તા. સંતરામપુર સહિત સાત શખ્સો સામે અમરેલી સાઈબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ .