હાલના દિવસોમાં લાઈટમાં હોબાળાના સમાચાર સતત આવી રહૃાા છે. ક્યાંક વિમાન કંપનીની ખામી સામે આવે છે, તો ક્યાંક મુસાફર દ્વારા લાઈટમાં હોબાળો અને મારપીટની ઘટનાઓ ચર્ચામાં રહેલી છે. આ જ ક્રમમાં વધુ એક મોટી ઘટના સામે આવી છે. જ્યાં એક ૪૫ વર્ષિય મહિલા યાત્રીને ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરવાના મામલામાં મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. જો કે, મહિલાને જામીન પર છોડી મુકવામાં આવી છે. મહિલા મૂળ ઈટલીની રહેવાસી છે. મહિલાને ૨૫ હજારનો દૃંડ પણ ફટકારવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટના જણાવ્યા અનુસાર, ૪૫ વર્ષિય મહિલા યાત્રી ર આરોપ છે કે, તેણે અબૂ ધાબીથી મુંબઈ આવતી વિસ્તારા એરલાઈનની ઉડાનમાં કેબિન ક્રૂના એક સભ્યને લાફો માર્યો હતો અને અન્ય એક ક્રૂ મેમ્બર પર થુકી છે. એરલાઈન કર્મચારીની ફરિયાદ પર મામલો નોંધનારી સહાર પોલીસે કહૃાું કે, મહિલા યાત્રીનું નામ પાઓલા પેરુશિયો છે, જે નશામાં ધૂત હતી. આ દરમિયાન તે પોતાની સીટથી ઉઠીને બિઝનેસ ક્લાસની આ સીટ પર બેસી ગઈ તો, ક્રૂ મેમ્બર્સે વાંધો ઉઠાવ્યો તો એક ક્રૂ મેમ્બરના મો પર કથિત રીતે ઘુસો માર્યો હતો. તો વળી અન્ય ક્રૂ મેમ્બરે મહિલાને રોકવાની કોશિશ કરી તો, તેના પર મહિલા થુકી અને પોતાના કપડા ઉતારીને લાઈટમાં ફરવા લાગી હતી. પોલીસે જણાવ્યું છે કે, નશામાં ધૂત મહિલા યાત્રી ક્રૂ મેમ્બર્સે ગાળો આપી રહી હતી. જે બાદ લાઈટના કેપ્ટનના નિર્દૃેશ પર મહિલા યાત્રીને ક્રૂ મેમ્બરે પકડી અને તેને કપડા પહેરાવ્યા અને બાદમાં સીટ સાથે બાંધી દીધી હતી. જ્યા સુધી લાઈટ લેન્ડ ન થાય. પોલીસે પેરુશિયોનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેને અંધેરી કોર્ટમાં રજૂ કર્યા બાદ આ મામલામાં આરોપ પત્ર પણ દાખલ કર્યો હતો. જો કે તેને જામીન મળી ગયા હતા. ડીસીપી દીક્ષિત ગેદામે કહૃાુ કે, તપાસ પુરી કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ચાલક દળ અને પુરાવાના નિવેદનો, સહાયક ટેકનિક પુરાવા અને લાયરના મેડિકલ રિપોર્ટ સામેલ હતા. સહાર પોલીસ સ્ટેશને એક પોલીસ અધિકારીએ કહૃાું કે, પેરુશિયોની મેડિકલ તપાસની પ્રારંભિક રિપોર્ટથી ખબર પડ્યું કે, તે યાત્રા દરમિયાન દારુના નશામાં હતી. જો કે, ઘટનાનું સાચુ કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. મામલો વિસ્તારાના કેબિન ક્રૂ મેમ્બર એલ એસ ખાનની ફરિયાદ પર નોંધાયો હતો. જેના પર લાઈયરે હુમલો કર્યો હતો.