દારૂ પ્રકરણમાં વંડાના પીએસઆઇને સસ્પેન્ડ કરતાશ્રી નિર્લિપ્ત રાય

  • અમરેલી ક્રાઇમ બ્રાન્ચે શેલણા ચોકડી પાસેથી પકડેલા 30 લાખના દારૂ સહિતના મુદામાલના મામલે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આકરા પગલાથી ખળભળાટ

અમરેલી,
ગઇ કાલે વંડા પોલીસ સ્ટેશન હેઠળના શેલણા ચોકડી પાસેથી પકડાયેલા 30 લાખના વિદેશી દારૂ સહિતના મુદામાલના દારૂ પ્રકરણમાં વંડાના પીએસઆઇ જે.એમ. ઝાલાને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જે વિસ્તારમાંથી આખો ટ્રક ભરી દારૂ આવવાનો હતો તેની સ્થાનિક પીએસઆઇને જાણ ન હતી એ તેમની બેદરકારી ગણી અને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે શેલણા ચોકડી પાસેથી પકડેલા 30 લાખના દારૂ સહિતના મુદામાલના મામલે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા તેમને તાકિદની અસરથી સસ્પેન્ડ કરી આકરા પગલા લેવાતા ખળભળાટ મચ્યો છે.