દારૂ મળે તો નશાખોરો નશો કરે ને ? : અમરેલી જિલ્લામાં 61 જગ્યાએ દારૂ પકડતી પોલીસ

  • અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નવતર પ્રયોગ
  • 39 શરાબીઓને પકડી દારૂ ક્યાંથી લાવ્યા તે જાણી 61 જગ્યાએ દારૂ વેચનારા વેપારીઓને પકડી લોકઅપ હવાલે કરી દેવાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સતત દારૂ બનાવનાર અને પીનારા સામે કાર્યવાહી થઇ રહી છે તે દરમિયાન પહેલી વખત જ એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અલગ પ્રકારના પગલાઓ લેવાયા હતા જેમાં જિલ્લાભરમાં દારૂ પીતા પકડાયેલા 39 શખ્સોની પુછપરછ કરી અને દારૂ ક્યાંથી લાવ્યા છે તે જાણી દારૂના 61 જેટલા વેચાણ કેન્દ્રો ઉપર પોલીસ સાગમટે ત્રાટકી હતી અને 24 કલાકમાં આ 61 દારૂના વેપારીઓને લોકઅપ પાછળ ધકેેલી દેવામાં આવ્યા હતા.