દિકરીની ઉંમરની સગીરાને ભગાડનાર ઢગાને દસ વર્ષની કેદ

અમરેલી,
ધારી તાલુકામાં દિકરીની ઉંમરની સગીરાને ભગાડી જઇ માતા બનાવનાર 34 વર્ષના ઢગાને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, તા.27-8-17નાં ધારી તાલુકાનાં હિરાવા ગામનો વિનુ પ્રાગજી ગોહિલ ઉ.વ.34ને 16 વર્ષની દિકરી અને બે દિકરાઓ હોવા છતા નજીકના જ ગામની એક 14 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. અને તેણીને માતા બનાવી હતી. સગીર અવસ્થામાં આ સગીરાને પુત્રનો 17-7-18નાં રોજ જન્મ થયો હતો અને તા.17-9-19નાં તેને એલસીબીનાં પીઆઇ શ્રી દિલીપસિંહ વાઘેલાએ પકડી પાડ્યો હતો.
આ કેસ ધારીનાં સ્પેશ્યલ પોક્સો જજ શ્રી કમલેશભાઇ પટેલ સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સકારી વકીલશ્રી વિકાસ વડેરાની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપી વિનુને પોક્સોની કલમ 4,6માં દોષી માની આઇપીસી 376 મુજબ 10 વર્ષની કેદ અને 7500નો દંડ તથા આઇપીસી 363 અને 66માં 4 અને પાંચ વર્ષની સજા અને પાંચ-પાંચ હજાર દંડ કર્યો હતો તથા ભોગ બનનારને સાડા ચાર લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો