દિનેશ કાર્તિકે છોડ્યું કેકેઆરનું સુકાની પદ, ઈયોન મોર્ગન સંભાળશે કેપ્ટનશિપ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હવે દિનેશ કાર્તિક નહીં હોય. આઈપીએલની ૧૩મી સિઝનમાં બે વખતની ચેમ્પિયન આ ટીમનાં ખરાબ પ્રદર્શન બાદ ઉઠી રહેલાં સવાલો વચ્ચે દિનેશ કાર્તિકે સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવર્સના કેપ્ટન અને કેકેઆરના મહત્વપુર્ણ પ્લેયર ઈયોન મોર્ગન હવે આ ટીમની કેપ્ટનશિપ સંભાળશે. મોર્ગન પહેલીવાર કેકેઆરનું સુકાન સંભાળશે.
પોઈન્ટ ટેબલમાં કેકેઆર ચોથા સ્થાને છે. અને તેને પોતાની પાંચમાંથી છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના સીઈઓ વેંકી મૈસૂરે કહૃાું કે, અમે નસીબદાર છીએ કે અમને દિનેશ કાર્તિક જેવું નેતૃત્વ કરનાર મળ્યો, જેણે હંમેશા ટીમને પહેલા રાખી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનો નિર્ણય કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. અમે પોતે પણ તેના આ નિર્ણયથી હેરાન છે. પણ તેની ઈચ્છાઓનું સન્માન કરીએ છીએ.
ટુર્નામેન્ટની વચ્ચેથી જ દિનેશ કાર્તિકે કેમ અચાનક સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો તેનું સત્તાવાર કારણ તો સમે આવ્યું નથી. પણ ટીમ મેનેજમેન્ટનું માનીએ તો દિનેશ કાર્તિક હવે બેટિંગ પર જ ફોકસ કરવા માગે છે. આઈપીએલની હાલની સિઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું રહૃાું નથી. RCB ની સામે ગત મેચમાં કાર્તિક ફક્ત ૧ રન જ બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે તેણે આ સિઝનની ૭ ઇનિંગમાં માત્ર ૧૦૮ રન બનાવ્યા છે. તેમાં ફક્ત એક હાફ સેન્ચુરી સામેલ છે. અને આ જ કારણ છે કે તે હવે બેટિંગ પર ફોકસ કરવા માગી રહૃાો છે. IPL માં ઇને અત્યાર સુધી ૭માંથી ૪ મેચોમાં જીત મળી છે. ૮ અંકોની સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે છે.