દિપક ચહર થયો કોરોનાગ્રસ્ત? બહેન માલતીની પોસ્ટ થી ઉઠી અટકળો

બીસીસીઆઈએ શનિવારે પુષ્ટિ કરી હતી કે ૧૧ સભ્યો અને બે ખેલાડીઓને કોરોના થયો છે. રિપોર્ટ અનુસાર આ બધા લોકો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. એક ખેલાડી તરીકે, ઝડપી બોલર દિપક ચહરનું નામ બહાર આવ્યું હતું અને હવે તેની બહેન માલતી ચહરે એક રીતે તેની પુષ્ટિ કરી છે. માલતીએ દિપક ચહરનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે, તમે સાચા યોદ્ધા છો જે લડવા માટે જન્મ્યા હતા. અંધારી રાત પછી પણ એક ચમકતો દિવસ આવશે આશા છે કે તમે શાનદાર રીતે વાપસી કરશો.
દર્શકો તમારી ગર્જનાની રાહ જોઈ રહૃાો છું તેમણે એમ પણ લખ્યું છે કે તેમનો સંદૃેશ સમગ્ર સીએસકે પરિવાર (ટીમ) માટે છે. દિપક ચહર સિવાય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને પણ કોરોના થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતા. ચેન્નઈની ટીમને એક અઠવાડિયા માટે અલગ રાખવામાં આવી છે અને તેમનું ટ્રેનિંગ સેશન પણ એક અઠવાડિયા પછી શરૂ થશે. દિપક ચહરની બહેન માલતી ચહર એક મોડેલ અને અભિનેત્રી છે. તે આઈપીએલ દરમિયાન ઘણી વાર તેના ભાઈ દિપકની મેચ જોવા સ્ટેડિયમમાં જોવા મળી હતી.
માલતી ચહરની પ્રિય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે અને તે તેના કેપ્ટન એમએસ ધોનીની મોટી ચાહક છે. માલતીએ લખનઉથી બીટેક કર્યા પછી મોડેલિંગ કારકીર્દિ લીધી. તે ૨૦૧૪માં મિસ ઇન્ડિયા નોર્થ રિજનની રનર-અપ હતી. માલતી મિસ ઇન્ડિયા સ્પર્ધામાં મિસ ફોટોજેનિક રનર અપ રહી હતી. ૨૦૧૪ માં જ તેને જાહેરાતમાં ચમકવાની ઓફર મળવાનું શરૂ થયું.