દિયા ઔર બાતી’ ફૅમ એક્ટર અનસ રાશિદ બીજીવાર પિતા બન્યો

ટીવી સિરિયલ ’દિયા ઔર બાતી હમ’ ફૅમ અનસ રાશિદ બીજીવાર પિતા બન્યો છે. અનસે દીકરાની પહેલી તસવીર શૅર કરી હતી. અનસ દીકરીનો પિતા છે. અનસે પેરેન્ટ્સ સાથે દીકરાની તસવીર શૅર કરી હતી. ’દિયા ઔર બાતી’માં અનસે સૂરજસાની ભૂમિકા ભજવી હતી. અનસે પેરેન્ટ્સના ખોળામાં દીકરો હોય તે તસવીર શૅર કરીને કહૃાું હતું, ’મારા પિતાએ તેમના પૌત્રનું ઘરમાં સ્વાગત કર્યું. ખાબીબ અનસ રાશિદ.
તમામના પ્રેમ તથા દુઆ માટે બહુ જ આભાર. હિના ઈક્બાલ એક્ટર અનસ કરતાં ૧૪ વર્ષ નાની છે. અનસ ૪૧નો છે, જ્યારે હિના ૨૭ વર્ષની છે. હિના અનસના હોમ ટાઉન મલેરકોટલા(પંજાબ)ની રહેવાસી છે. જોકે, છેલ્લા છ વર્ષથી ચંદીગઢમાં રહેતી હતી. અનસે ટીવી સિરિયલ ’કહી તો હોગા’થી કરિયરની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળ્યો હતો. જોકે, તેને લોકપ્રિયતા ટીવી સિરિયલ ’દિયા ઔર બાતી હમ’થી મળી હતી. આ સિરિયલ બાદ અનસ એક્ટિંગ કરિયરને અલવિદા કહીને પંજાબ જતો રહૃાો હતો અને અહીંયા ખેતી કરવા લાગ્યો હતો. અનસ ક્યારેક ક્યારેક જાહેરાત કે સિરિયલમાં કામ કરતો હોય છે. છેલ્લે અનસ ૨૦૧૭માં ટીવી સિરિયલ ’તુ સૂરજ મૈં સાંજ પિયાજી’માં સ્પેશિયલ રોલમાં જોવા મળ્યો હતો.