દિયા-વૈભવના લગ્ન મુદ્દે પૂર્વ પત્ની સુનૈનાએ મૌન તોડ્યું

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ સોમવારે બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી બંને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. હવે વૈભવ રેખીની એક્સ વાઇફ સુનૈનાએ તેમના લગ્ન અંગે પ્રતિક્રિયા આપી છે. મળતા અહેવાલો અનુસાર વૈભવની પહેલી પત્ની સુનૈના યોગની કોચ છે. તેનાથી વૈભવની એક પુત્રી પણ છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે.

આ લગ્ન અંગે સુનૈનાએ કહૃાું- ‘હા, મારા એક્સ પતિ વૈભવના લગ્ન દિયા મિર્ઝા સાથે થયા છે. મને ઘણા બધા મેસેજીસ મળી રહૃાા છે કે શું હું અને સમાયરા ઠીક છીએ? સૌ પ્રથમ તો મને પોતાના તરીકે સ્વીકારવા બદલ આભાર.

‘અમે એકદમ ઠીક છીએ. માત્ર ઠીક જ નહીં પણ પરંતુ મારી પુત્રી અને હું ખૂબ જ ઉત્સાહિત છીએ. મેં કેટલાક વીડિયો જોયા જ્યાં તે ફૂલો ફેંકી રહી હતી. મુંબઇમાં અમારો કોઈ પરિવાર નથી. તેથી એ સારું છે કે હવે કુટુંબ વધી ગયું છે. હું, સમાયરા અને તેના પિતા દિયા માટે ખૂબ જ ખુશ છીએ. ઉલ્લેખનીય છે કે દિયા અને વૈભવ બન્નેના બીજા લગ્ન છે.

દિયા અને વૈભવના લગ્નની વાત કરીએ તો તે એક પ્રાઈવેટ સમારંભમાં યોજાયા હતા. તેમના લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો હાજર રહૃાાં હતા. લગ્નના ફોટા આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે. દિયાએ લગ્નમાં લાલ રંગની બનારસી સાડી પહેરી હતી.